પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉ જવણી અંતર્ગત ” અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ”
(માહિતી બ્યુરો,પાલનપુર)
આગામી તા.૨૬ જાન્યુીઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રસિધ્ધે યાત્રાધામ અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ઉજવણી પ્રસંગે તા.૨૫ જાન્યુનઆરીના રોજ અંબાજી મુકામે મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યેક્ષસ્થા૨ને યોજાનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ વિશે સમીક્ષા અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તા.૨૫ જાન્યુંઆરીના રોજ અંબાજી ખાતે મુખ્ય૫મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિાતીમાં અંબાજી મંદિર સુવર્ણમય શિખર, દેવસ્થારન ટ્રસ્ટ ની મોબાઇલ એપ્લી્કેશન અંગે, તથા શાળાના નવિન મકાન લોકાર્પણ, આર.ટી.ઓ. વે-બ્રિજ અંબાજી અને પેથાપુર-પાતળીયા મેજર બ્રિજના લોકાર્પણ અંગે કરવામાં આવેલ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી પોષી પુનમની માતાજીના પ્રાગટય દિન તરીકે ભક્તિભાવપૂર્વક ભારે હર્ષ અને આનંદથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંગે કરવામાં આવેલ તૈયારીઓ અંગે કલેકટરશ્રીએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. ઉલ્લેકખનીય છે કે અંબાજી ગ્રામ પંચાયત સંચાલીત શાળાના રિનોવેશન માટે શ્રી અંબાજી દેવસ્થાવન ટ્રસ્ટલ દ્વારા રૂ. ૪ કરોડ ફાળવી શાળાને સુવિધાસજ્જ બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ મુખ્યામંત્રીશ્રીના હસ્તે્ કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લાં વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ, પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલ, અંબાજી દેવસ્થાસન ટ્રસ્ટલના વહીવટદારશ્રી એસ.જે. ચાવડા, પ્રાન્તધ અધિકારીશ્રી દાંતા સહીત અધિકારીઓ ઉપસ્થિાત રહ્યા હતા.
