અંબાજી અને કુંભારીયા જેવા તીર્થધામોની હાજરીને કારણે જીલ્લામાં વિશાળ પ્રવાસન ક્ષમતા છે. ગુજરાતમાં આશરે ૪૩.૩% પ્રવાસન પ્રવાહ ધાર્મિક હેતુઓ માટે થતો હતો અને અંબાજી ગુજરાતમાં બીજા ક્રમનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યુ છે.અંબાજી સિવાય, બનાસકાંઠામાં કુંભારીયા જેવા અન્ય રસપ્રદ સ્થળો છે જે જૈન, બાલારમ-અંબાજી અભયારણ્ય, બલરામપુરનો બાલરામ પેલેસ રિસોર્ટ,જેશોર સ્લોથ રીંછ અભયારણ્ય અને કેદારનાથ મહાદેવ મંદિર (પાલનપુરથી 32 કિ.મી.) એક ધાર્મિક સ્થળ આવેલ છે.જેશોર તેના ડુંગરાળ પ્રદેશ દ્વારા ઉત્તમ ટ્રેકિંગ વિકલ્પો આપે છે અને સ્લોથ રીંછ અભયારણ્ય માટે પણ પ્રસિદ્ધ છે.
જેસ્સોર કાળા રીછ અભયારણ્ય
સ્લોથ – રીંછ અભયારણ્ય,કે જે અરવલ્લી શ્રેણીના યસૂર ટેકરીઓમાં સ્થિત છે,તે ૧૮૦ ચો.કિ.મી. સૂકી પાનખર જંગલોનો વિસ્તાર આવરી લે છે….