બંધ

જમીન શાખા

આ શાખા જમીન મહેસૂલ વહિવટ સાથે સંકળાયેલી જીલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખા છે. આ શાખાની મુખ્ય કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે :

મુખ્ય કામગીરી

  • મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ – ૬૫, ૬૫(એ), ૬૫(ખ), ૬૬, ૬૭ હેઠળ બિનખેતી પરવાનગી આપવી તથા મહેસુલી ટાઈટલ અંગે બીજા એન.એ. સત્તાધિકારીશ્રીઓને અભિપ્રાય આપવો.
  • જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના કામે ગ.ધા.ક.-૪૩ ની પરવાનગીના ખેતી / બીનખેતીના કેસોની કામગીરી.
  • જમીનોની કિંમત નક્કી કરવા અંગે જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની કામગીરી.
  • સંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.
  • સરકારી સંસ્થા / ગ્રામ પંચાયત વિગેરે માટે શૈક્ષણિક / સામાજીક હેતુ જેવા કે, શાળા / છાત્રાલય બાંધકામ, સ્મશાન /કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાની કામગીરી.
  • બનાસકાંઠા જીલ્લાની પાક આનાવારીની કામગીરી.
  • જમીનને લગતી જનરલ કામગીરી.