એપ્લિકેશનનો હેતુ
મોટા ભાગના રેશનકાર્ડ ધારકો FPS દુકાનમાંથી તમામ ચીજવસ્તુઓ ઉપાડી શકતા નથી કારણકે માહિતીનો અભાવ જેમકે તેઓને કઈ કોમોડિટી મળવા પાત્ર છે, કોમોડિટીન હક અને તેની કેટલી કિંમત છે. ગુજરાત સરકાર જરૂરિયાતમંદ વ્યક્તિ માટે ઓછી કિંમતની ચીજવસ્તુઓ અંગે સંખ્યાબંધ યોજનાઓ બહાર પાડે છે. સરકાર વિશેષ પ્રસંગો (જેમ કે તહેવારોની મોસમ, અછત, પૂર, રોગચાળો વગેરે) પર પણ કેટલીક યોજનાઓ બહાર પાડે છે, પરંતુ તમામ વપરાશકર્તાઓને લાભ મળતો નથી કારણ કે માહિતીનો અભાવ છે અથવા માહિતી સામાન્ય વપરાશકર્તા સ્તર સુધી પહોંચતી નથી.
આ મોબાઈલ એપમાં રેશનકાર્ડ ધારક તે/તેણી ને પાત્રતા મુજબ મળવાપાત્ર જથ્થો અને તેની કિંમત ચકાસી શકે છે. રેશનકાર્ડ ધારકે કેટલો જથ્થો મેળવ્યો હતો અને કેટલો જથ્થો મેળવવાનો બાકી છે. આ એપ રેશનકાર્ડ ધારકને રેશન કાર્ડની વિગતો, પાત્રતા અને છેલ્લા ૬ મહિનાના વ્યવહારો પણ પ્રદાન કરે છે. વપરાશકર્તા રાશન કાર્ડ સામે લેવામાં આવતા વિવિધ કાર્યોની માહિતી પણ મેળવી શકે છે. તે/તેણી આ એપની મદદથી રેશન કાર્ડ સેવાઓ માટે પણ અરજી કરી શકે છે.
સુવિધાઓની સૂચિ
આ એપ્લિકેશનમાં સમાવિષ્ટ સુવિધાઓ નીચે મુજબ છે:
- વપરાશકર્તા ન્યૂનતમ માહિતી સાથે તેનું એકાઉન્ટ રજીસ્ટર કરી શકે છે.
- વપરાશકર્તા ૪ અંકની પિનનો ઉપયોગ કરીને નોંધણી પછી લોગિન કરી શકશે.
- વપરાશકર્તા તેના રેશન કાર્ડની વિગતો મેળવી શકે છે (જેમ કે કાર્ડનો પ્રકાર, સરનામું, સભ્ય સંખ્યા, સભ્યની વિગતો વગેરે)
- વપરાશકર્તા તેની વાજબી કિંમતની દુકાન (FPS) વિશે માહિતી મેળવી શકે છે અને Google નકશા પર વાજબી કિંમતની દુકાન જોઈ શકે છે.
- વપરાશકર્તા તે/તેણીની અધીકારીત જથ્થો મેળવી શકે છે (રેશનકાર્ડ સામે આપવામાં આવતી ચીજવસ્તુઓ)
- વપરાશકર્તા તેના રેશનકાર્ડ પર થયેલ છેલ્લા ૬ મહિનાના વ્યવહાર વિશે માહિતી મેળવી શકે છે.
- વપરાશકર્તા તેના રેશનકાર્ડપર થયેલ છેલ્લા ૬ મહિનાના FPS માંથી ઉપાડેલી ચીજવસ્તુઓ સામે બિલની રસીદ મેળવી શકે છે.
- વપરાશકર્તા રેશનકાર્ડ ટ્રાન્ઝેક્શન સંબંધિત વિવિધ ફોર્મ વિશે માહિતી મેળવી શકે છે.
- વપરાશકર્તા સંબંધિત અધિકારીની સંપર્ક વિગતો મેળવી શકે છે.
- પ્રતિભાવ/સૂચન
નવીનતમ અપડેટ: દ્વિભાષી (અંગ્રેજી અને ગુજરાતી) ઇન્ટરફેસ નવીનતમ અપડેટમાં પ્રદાન કરવામાં આવેલ છે. FPS ગૂગલ મેપ પર શોધો, બિલની રસીદ, હેલ્પલાઇન, FAQ જેવી ઘણી બધી નવી સુવિધાઓ નવા સંસ્કરણમાં ઉમેરવામાં આવેલ છે. આ એપ દ્વારા યુઝર તેમની ફરિયાદ પણ લોગ કરી શકે છે.
Google Pay Store Link: https://play.google.com/store/apps/details?id=gujarat.banaskantha.myration