Close

પાલનપુર ખાતે DDO શ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)

આગામી તા. ૨૬ જાન્યુખઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાી વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૧૨ જાન્‍યુઆરીના રોજ જિલ્લા પંચાયત દ્વારા પાલનપુર કર્ણાવત સ્કુલના કેમ્પસમાં માતૃશ્રી એસ.એસ.ગોવિંદા બી.એઙ. કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આજે તા. ૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ દિવસે આપણે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે નેતૃત્વ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદજીએ આ દેશના યુવાનોને આધાત્મિક નેતૃ્ત્વ પુરૂ પાડવાનું શ્રેષ્ઠણ કામ કર્યુ છે. સ્વામીજીએ યુવાનોને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિડ સુધી મંડ્યા રહો. તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આપણે પણ નેતૃત્વના ગુણો કેળવીએ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે વિધાર્થીઓને સંબોધતા કહ્યું કે સારી વક્તૃત્વ કળા પણ નેતૃત્વનો એક ભાગ છે. આજના સમયમાં નોકરી, ધંધો, વ્યાપાર, સંસ્થા, રાજકારણ દરેક જગ્યાએ વ્યક્તિને નેતૃત્વ જરૂર પડે છે. તેમણે વિધાર્થીઓને ઉજ્જવળ ભાવિ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે તેમાં ઉત્સાહભેર જોડાઇ આ રાષ્ટ્રી ય મહાપર્વની શાનદાર ઉજવણી કરીએ. આ પ્રસંગે કોલેજના દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન પર યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. કે. હડીયોલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એમ. પરમાર, સંસ્થાના દાતાશ્રી રામચંદભાઇ ગોવિંદા, સંસ્થાના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ કર્ણાવત, ગોવિંદા બી.એઙ કોલેજના પ્રિન્સીપાલશ્રી છાયાબેન ત્રિવેદી, શ્રી કાનજીભાઇ વરવાડીયા સહિત અગ્રણીઓ, કોલેજના પ્રોફેસરો અને સારી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

12 Jan 2019