આરોગ્ય
આરોગ્યની સેવાઓ ઘ્વારા પ્રાથમિક સારવાર બાળક ,યુવાન,સર્ગભા માતા અને વયસ્કોને અંતરિયાળ વિસ્તાર સુધી સમયસર પ્રાપ્ત થાય તે માટે ગ્રામ્યકક્ષાએ નિધાર્રિત વસ્તીએ સબસેન્ટર ,પ્રા.આ.કે. કક્ષાએ પુરી પાડવામાં આવે છે અને રેફરલ સેવાઓ પૂરી પાડવા સારૂ સા.આ.કે. અને જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પ્ટિલ સુધી માળખું ઉપલબ્ધ છે.આ ફરજમાં સેવારથ આરોગ્ય કર્મચારીઓ, મેડીકલ ઓફિસરો અને તજજ્ઞો તબીબો ઘ્વારા આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાનું આરોગ્યનું માળખું
અ.નં. | માળખું | સંખ્યા |
---|---|---|
૧ | સબસેન્ટર | ૪રર |
ર | પ્રા.આ.કે. | ૮૧ |
૩ | સા.આ.કે. | ૧૯ |
૪ | સિવિલ હોસ્પિટલ | ૧ |
પ | ૧૦૮ ઈમરજન્સી વાહનો | ૨૧ |
ગ્રામ્યકક્ષાએ આરોગ્યસેવાઓનો મુખ્ય આશય વિવિધ પ્રકારના રોગ સામે રોગઅટકાયતી પગલાં માટે આરોગ્યશિક્ષણ, ૦ થી ૧ વર્ષ સુધીના બાળકોને રસીથી અટકાવી શકાય તેવા રોગો સામે રક્ષણ, બી.સી.જી., ડી.પી.ટી.,પોલિયો,મીઝલ્સ રસીઓનું સમયપત્રક અનુસાર રસીકરણ ,સગર્ભા માતાને ધનુર સામે રક્ષણ માટે કીટીરસીના ૧ માસના અંતરે બે ડોઝ,એનીમિયા અટકાયત માટે આર્યન ફોલીક ટેબલેટનું વિતરણ,પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ દરમ્યાન અને પ્રસૂતિ બાદની માતા અને બાળકની સંભાળ અને સારવારની મુખ્ય કામગીરીઓ આરોગ્ય વિભાગ ઘ્વારા કરવામાં આવે છે.
આરોગ્ય શાખાની કામગીરી
- આરોગ્ય શાખાના મહેકમના કર્મચારીઓની નિમણુંક તેમજ નિયંત્રણની કામગીરી
- આરોગગ્ય શાખા હેઠળના વર્ગ-૨ના અધિકારીની કામગીરીનું મુલ્યાંકન તેમજ નિયંત્રણ
- જાહેર આરોગ્ય અંગેની કામગીરી
- રાષ્ટ્રિય કાર્યક્રમો અંગેની કામગીરી, દેખરેખ અને નિયંત્રણ
- પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોની દેખરેખ અને નિયંત્રણ
- જીલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ અંગેની કામગીરી
- પ્રજનન, બાળ આરોગ્ય અને આરોગ્યના કાર્યક્રમોનું નિયમન
- સગર્ભા માતાઓની કાળજી તેમજ નવજાત શિશુ તથા બાળકોની કાળજી
- આર. સી. એચ કાર્યક્રમ અંતર્ગત આઈ. ઈ. સી. સી કામગીરીનું આયોજન અને અમલીકરણ
- રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરી
- મેલેરીયા નિયંત્રણ અંગેની કામગીરી
- કુટુંબ કલ્યાણ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ
- રસીકરણ કાર્યક્રમ,
- આરોગ્ય તંત્રનું નિયંત્રણ
- શાળાના બાળકોની આરોગ્યની તપાસણી