બંધ

સ્પીપા

અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો.

  • યુ. પી. એસ. સી. સિવિલ સર્વીસીઝ પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગમાં પ્રવેશ પરીક્ષાના માધ્યમથી સ્પીપા અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેંદ્રો ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારોને મળવાપાત્ર માસિક પ્રોત્સાહન સહાય માટેનું ઓનલાઇન ફોર્મ.
  • યુ. પી. એસ. સી. સિવિલ સર્વીસીઝ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષામાં સફળ થઇને UPSC CSE ની મુખ્ય પરીક્ષા માટે પસંદગી પામેલ ઉમેદવારોને મળવાપાત્ર પ્રોત્સાહન સહાય માટેનું ઓનલાઇન ફોર્મ.
  • યુ. પી. એસ. સી. સિવિલ સર્વીસીઝ પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં સફળ થઇને UPSC CSE ની સાક્ષાત્કાર કસોટી(પર્સનાલીટી ટેસ્ટ) માટે પસંદગી પામેલ ઉમેદવારોને મળવાપાત્ર પ્રોત્સાહન સહાય માટેનું ઓનલાઇન ફોર્મ.
  • યુ. પી. એસ. સી. સિવિલ સર્વીસીઝ પરીક્ષાની અખિલ ભારતીય મુલ્કી સેવામાં આખરી પસંદગી પામેલ ઉમેદવારોને મળવાપાત્ર પ્રોત્સાહન સહાય માટેનું ઓનલાઇન ફોર્મ.

 

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જન સેવા કેન્દ્ર

જોરાવર કોમ્પ્લેક્સ પાસે, પાલનપુર, બનાસકાંઠા
સ્થાન : બનાસકાંઠા | શહેર : પાલનપુર | પીન કોડ : 385001
ફોન : 18002335500