• સામાજિક મીડિયા લિંક
  • સાઇટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ભદ્રવી પૂનમ મેલા 2025

01/09/2025 - 07/09/2025
Banaskantha

ખાસ લેખ:-

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫
__________
કરોડો માઈભક્તોની આસ્થાને અનુરૂપ શકિતપીઠ અંબાજીનો જીર્ણોદ્ધાર કરાયો છે
_________
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અંબાજી મંદિરમાં સૌપ્રથમ સોનાના ૧૦૮ કળશ મુકાયા હતા
__________
મંદિરના ૧૦૩ ફૂટ ઊંચા શિખર ઉપર કળશ ચડાવવાના વિધિ સમયે ભારત વર્ષમાંથી કુલ ૧૪૫ બ્રાહ્મણોને નિમંત્રીત કરાયા હતા
___________
(માહિતી બ્યુરો,પાલનપુર)

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળો યોજાઇ રહ્યો છે. કરોડો માઇભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી આજે એક શકિતપીઠ સાથે યાત્રાધામ તરીકે વિકાસ પામ્યું છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન અને જિલ્લા વહીટીતંત્ર અંબાજીના વિકાસ માટે કટિબદ્ધ છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ મંદિરનો સમયાતંરે જીર્ણોદ્ધાર કરી આસ્થાને અનુરૂપ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ આજે અંબાજી મંદિરના જીર્ણોદ્ધારનો ઇતિહાસ

ઈ.સ.૧૯૭૨માં અંબાજી વિકાસ સમિતિની રચના મંદિરના તે સમયના ટ્રસ્ટી અને જાહેર જીવનના કાર્યકરશ્રી શંકરલાલ ગુરૂના અધ્યક્ષપદે કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણો અનુસાર ઈ.સ.૧૯૭૫ માં મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મંદિરની કાયાપલટ કરીને ગગનચૂંબી વિશાળ પૂર્ણ આરસનું દેવસ્થાન રચવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો હતો. મંદિરને નીજ મંદિર, મંડપ અને શિખર એમ ત્રણ વિભાગોમાં વહેંચી તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ હતી. ઈ.સ.૧૯૭૫ થી ૧૯૮૮ દરમિયાન મોટા ભાગનું કામ સંપન્ન થયું હતું. ઈ.સ. ૧૯૮૬ થી શિખરનું કામ શરૂ કરવામાં આવ્યું જે ઈ.સ. ૧૯૮૯ સુધી ચાલ્યું હતું.

મંદિરના ૧૦૩ ફૂટ ઊંચા શિખર ઉપર કળશ ચડાવવાના વિધિ સમયે નેપાળ, કાશ્મીર સહિત ભારત વર્ષમાંથી કુલ ૧૪૫ બ્રાહ્મણોને નિમંત્રીત કરીને ૩૦ યજ્ઞકુંડો દ્વારા વિધિ કરવામાં આવી હતી. શિખર ઉપર અંબાજીની આરાસુરની ખાણમાંથી કઢાયેલા વિશેષ આરસ પહાણના અખંડ પથ્થરમાંથી બનાવાયેલ ૩ ટનથી વધુ વજનનો કળશ મુકાયો છે.

દેશના ૫૧ શક્તિપીઠ પૈકી એવું કહેવામાં આવે છે કે અહી માં શક્તિનું હૃદય છે. જેથી લોકો અંબાજી અચૂક આવે છે. હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી મંદિરે દર્શને અનેકવાર આવતા હતા. અંબાજી મંદિરમાં સૌપ્રથમ સોનાના ૧૦૮ કળશ મંદિર પણ તેમના હસ્તે જ મુકાયા હતા. જે બાદ તેઓએ મંદિરને સુવર્ણમય બનાવવા માટે લોકોને સોનાનું દાન આપવાની વિનંતી કરી હતી. મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં એક દસકાથી વધુ જેટલો સમય થઇ ગયો છે. મંદિરને સુવર્ણમય બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ બાદ અનેક ભક્તો માં અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે મુક્ત મને સોનાનું દાન કરી મંદિરને સુવર્ણમય બનાવવા સહયોગ કરી રહ્યા છે.
***