ડુડા (જિલ્લા શહેરી વિકાસ એજન્સી) શાખા
ગુજરાત રાજયમાં ખુબ જ ઝડપથી થતા શહેરીકરણને કારણે ઉદભવતા વિવિધ પ્રશ્રોનું નિરાકરણ કરવા, શહેરીવિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ પુરી પાડવા તથા “સ્વચ્છ ગુજરાત – નિર્મળ ગુજરાત” ના સંકલ્પને યથાર્થ કરવા માટે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાનું સંકલન થાય તે ખુબ જ જરૂરી હતું જે અર્થે થઈને જિલ્લા શહેરી વિકાસ એજન્સીની સંકલનકર્તા એજન્સી તરીકે રાજ્ય સરકાર દ્રારા રચના કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૩૦/૦૬/૯૮ ના ઠરાવમાં જણાવ્યા અનુસાર જિલ્લાકક્ષા એ ગ્રામ વિકાસ એજન્સીની જેમ શહેરી વિસ્તારોમાં પણ વિકાસ યોજનાનું સંકલન કરવા તથા મોનિટરીંગ કરવા હેતુસર તા. ૦૬/૦૫/૯૯ ના રોજ જિલ્લા શહેરી વિકાસ એજન્સી બનાસકાંઠાની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તથા સભ્ય સચિવ સિવાય કુલ ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે. હોદાની રૂએ કલેકટરશ્રી, બનાસકાંઠાએ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, બનાસકાંઠાના અધ્યક્ષ હોય છે.
મુખ્ય કામગીરી
- બનાસકાંઠા જિલ્લાની કુલ ૬ નગરપાલિકાઓને વિવિધ શહેરી વિકાસ યોજના અન્વયે માર્ગદર્શિકા મુજબ ગ્રાંટ તથા અન્ય સહાય પુરી પાડવી.
- નગરપાલિકાઓમાં વિકાસલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય છે કે નહી તે અંગેની તકેદારી રાખવી.
- નગરપાલિકાઓમાં વિકાસલક્ષી કાર્યોમાં ગુણવતા ના માપદંડો જળવાઈ રહે તે અંગે ચકાસણી કરવી.
- વિવિધ વિકાસ લક્ષી યોજનાનું નગરપાલિકા કક્ષાએ થયેલ અમલીકરણ નું દર મહિને યોગ્ય મૂલ્યાંકન તથા સમીક્ષા કરવી.
- રાજ્ય કક્ષાથી શહેરી વિસ્તારમાં વિકાસ યોજના માટે કામ કરતી નોડલ એજન્સી તરફથી મળતી સૂચનાઓ તથા માર્ગદર્શનો નગરપાલિકા કક્ષાએ યોગ્ય તથા અસરકારક અમલ કરાવવો.
- નગરપાલિકાની યોજનાઓના કામોમાં પ્રગતિ બાબતે સમાયાંતરે પત્રો પાઠવવા.
- બેંકો દ્રારા યોજનાની માર્ગદર્શિકા મુજબ શહેરી ગરીબ લાભાર્થીઓ/જુથો ના લોન-સબસીડીના કેસો વહેલી તકે મંજુર થાય તે માટે જરૂરી પત્ર વ્યવહાર કરવો.
- સરકારશ્રી દ્રારા વિવિધ વિકાસલક્ષી યોજના અંર્તગત મળતી કરોડોની ગ્રાંટને સરકારશ્રીની નિયત કરેલી યોજનાની માર્ગદર્શિકા અનુસાર જ ઉપયોગ થાય તે બાબતની તકેદારી રાખવી.