૨૦૧૧ ની વસ્તીગણતરી મુજબ બનાસકાંઠા જીલ્લાની વસતી 3,૧૧૬,૦૪૫ છે. આનાથી તે ભારતમાં (કુલ ૬૪૦ માંથી) ૧૧૧ માં ક્રમે આવે છે જિલ્લાની વસ્તી ગીચતા (૭૫૦/ચો માઈલ) ચોરસ કિલોમીટર માં ૨૯૦ રહેવાસીઓની છે. ૨૦૦૧-૨૦૧૧ ના દાયકામાં તેની વસ્તીવૃદ્ધિનો દર ૨૪.૪૩ ટકા હતો. બનાસકાંઠામાં પ્રત્યેક ૧,૦૦૦ પુરુષો માટે ૯૩૬ સ્ત્રીઓનો જાતિ ગુણોત્તર છે, અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે. જિલ્લા ૨૩.૩૩ થી ૨૪.૪૫ ઉત્તર અક્ષાંશ અને ૭૨.૧૫ થી ૭૩.૮૭ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.
વસ્તીવિષયક
કલમ | મહત્વ | કલમ | મહત્વ |
---|---|---|---|
વિસ્તાર | ૧૨૭૦૩ ચોરસ કિ.મી. | પ્રાંત કચેરીઓની સંખ્યા | ૦૭ |
તાલુકાઓની સંખ્યા | ૧૪ | ગ્રામ પંચાયતોની સંખ્યા | ૮૭૭ |
નગરપાલિકાઓની સંખ્યા | ૦૬ | ગામોની સંખ્યા | ૧૨૫૧ |