બંધ

પુરવઠા શાખા

ગુજરાત રાજ્યમાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની રચના તા.૦૮/૧૧/૧૯૬૫ના રોજ કરવામાં આવી. જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે એજન્સી સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળતો રહે તે માટેની કામગીરી કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

  • આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં, ચોખા, કેરોસીન, મીઠું તથા ખાંડનો જથ્થો વ્યાજબી ભાવે પૂરો પાડવો.
  • રેશનકાર્ડધારકોને કેટેગરી પ્રમાણે AAY, BPL, APL-૧, APL-૨ રેશનકાર્ડ મુજબનો જથ્થો પૂરો પાડવો.
  • વિધવા, અશક્ત, અપંગ, લેપ્રસી, એઇડ્સ તથા કેન્સર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓને અંત્યોદય યોજના હેઠળ રાહત દરે નિયમિત જથ્થો પૂરો પાડવો.
  • ગ્રાહકોના હેતુઓના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા ધારા -૧૯૮૬ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે કામગીરી કરે છે.
  • જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનો, બીન ૫રવાનેદારો,ગેસનો વપરાશ થતો હોય તેવાં લારી-ગલ્લાં, દુકાનો, હોટલો વગેરે, પેટ્રોલ પંપોની તપાસણી કરવી તથા તે અંગેના અપીલ કેસોની કામગીરી કરવી.
  • વ્યાજબી ભાવની દુકાન, સોલવન્ટ પરવાના આપવા, તપાસણી, રિન્યૂ કરવા, ડુપ્લીકેટ પરવાના આપવા, પરવાનામાં સ્થળફેર/નામફેર/ભાગીદારી ફેરફાર કરવા અંગે, વારસાઇ કરવા અંગેની કામગીરી.