બંધ

જિલ્લાનો નકશો

મુખ્ય મથક : પાલનપુર

ભાષા: ગુજરાતી અને હિન્દી

વિસ્તાર: ૧૨૭૦૩ ચો.કિ.મી.

વસ્તી: ૩૧૧૬૦૪૫

સાક્ષરતા: ૬૬.૩૯ %

ઉંચાઈ: ૫૫ – દરીયા સપાટીથી ૧૦૮ મીટર ઉપર.

જીલ્લા પિન કોડ ઈન્ડેક્સ: ૩૮૫૦૦૧

 

બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજ્યના 33 જીલ્લાઓમાં નો એક જીલ્લો છે. જીલ્લાનુ વહીવટી મથક પાલનપુર છે. તે રાજ્યની રાજધાની ગાંધીનગર થી ૧૨૫ કિ.મી. ઉતર તરફ સ્થિત છે. બનાસકાંઠા જીલ્લાની વસ્તી ૩૧.૨ લાખ છે. વસ્તીના આધારે તે રાજ્યમાં ૫ મો સૌથી મોટો જિલ્લો છે.

તે અક્ષાંશ -૨૪.૧ અને રેખાંશ -૭૨.૪ પર સ્થિત છે. બનાસકાંઠા જિલ્લાના ઉત્તરમાં જાલોર જિલ્લા,દક્ષિણમાં મહેસાણા અને પાટણ જિલ્લા સાથે સરહદને સ્પર્શે છે.તેમજ ઉત્તરે રાજસ્થાન રાજ્ય સાથે સરહદ સ્પર્શે છે.

ગુજરાતી અહીંની સ્થાનિક ભાષા છે.લોકો હિન્દી પણ બોલે છે. ઉનાળામાં ખૂબ ગરમી પડે છે. બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાનું દિવસનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ૪૩ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે.જાન્યુઆરીના સરેરાશ તાપમન ૨૧° સે, ફેબ્રુઆરી ૨૩° સે, માર્ચ ૨૮° સે,એપ્રીલ ૩૨° સે રહે છે.